સુરત જિલ્લામાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક યુવક મોબાઇલની ચોર કરતા ઝડપાઈ ગયો હતો. જે બાદ લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. મેથીપાક આપ્યા બાદ લોકોએ આ ચોરને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ચોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોબાઈલ ચોરને મેથીપાક ચખાડ્યો
સુરત શહેરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા છે. ઘટનાની વાત કરવામાં આવે, તો સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક યુવક મોબાઈલની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તે મોબાઈલની ચોરી કરે તે પહેલા જ ઝડપાઈ ગયો હતો. જે બાદ રોષે ભરાયેલા લોકોએ આ મોબાઈલ ચોરને મેથીપાક ચખાડ્યો હતો. મોબાઈલ ચોરને માર માર્યા બાદ તેને પોલીસને સોંપ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી કરી છે.













