હાલ રાજ્યમાં આત્મહત્યા કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આવામાં સુરત શહેરમાં વધુ એક આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં આવેલા રાંદેર વિસ્તારમાં એક નર્સે આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.


ગાયનેક નર્સે આત્મહત્યા કરી લીધી

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગાયનેક નર્સે આત્મહત્યા કરી લીધી છે. આ ગાયનેક નર્સ જનની ગાયનેક હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. આ નર્સનું નામ અમિષા શર્મા છે. જેણે ફોર્મલીન કેમિકલ પીને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. નર્સે આત્મહત્યા કેમ કરી એ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.




રાંદેર પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો

મળતી માહિતી અનુસાર, અમિષા શર્માને ડ્યુટીના સમયને લઇ સાથી સ્ટાફ સાથે તકરાર થઇ હતી. જે કારણે તેને લાગી આવતા આ પગલું ભર્યું હોય, તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે. આ સમગ્ર મામલે રાંદેર પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Surat News : સુરતના ડુમસના દરિયાકાંઠે મધરાત્રે SOG ત્રાટકી, દરિયા વચ્ચે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી પાડી


  • Follow us on: