સુરતના તાપી નદીના કિનારે યોજાયેલા ભવ્ય અશ્વ શોમાં ગુજરાતના વિભિન્ન પ્રદેશોમાંથી આવેલા અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું. આ અનોખા આયોજનમાં 300થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો. રેસના મેદાનમાં જ્યારે આ ઘોડાઓ એકસાથે દોડ્યા ત્યારે તાપી કિનારો જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


કૃષિમંત્રીએ સંભાળી લગામ

આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર હાજરી જ ન આપી, પરંતુ પોતે પણ ઉત્સાહભેર ઘોડેસવારી કરીને યુવાનો અને અશ્વપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ ઘોડેસવારીના કૌશલ્યને જોઈને આ રમતને ગુજરાતના વારસા સાથે જોડી હતી.

સરકારની નવી પહેલ અને પ્રેરણા

કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી સમયમાં પશુપાલન અને સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના મોટા પાયે 'અશ્વ શો'નું આયોજન કરશે. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની સાહસિક સવારી અને પ્રવૃત્તિઓની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જ રાજ્યમાં પશુમેળા અને અશ્વ પ્રદર્શનને વેગ મળ્યો છે.

અશ્વોના વિવિધ કરતબ

આ શોમાં અશ્વોની વિવિધ કરતબો, તેમની ચાલ અને દોડવાની ગતિ જોઈને સુરતીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પશુપાલકો અને અશ્વ માલિકો માટે આ એક એવું પ્લેટફોર્મ બન્યું છે જ્યાં તેઓ પોતાના અશ્વોની ખાસિયતો પ્રદર્શિત કરી શકે છે.

આ પણ વાંચોઃ Vadodara: સંસ્કારી નગરીમાં વિકાસના નામે ખાડારાજ, ટ્રાફિક અને તંત્રની બેદરકારીનો જનતાને બેવડો માર


  • Follow us on: