સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત થોડા દિવસો પહેલા ત્રણ જગ્યાએ લેવામાં આવેલા સેમ્પલો પૈકી ઘીના ત્રણ સેમ્પલ અનસેફ નીકળ્યા હતા, જ્યારે ત્રણ આઇસક્રીમના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા હતા. પાલિકાનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ફૂડ વિભાગે દૂધ પ્રોડક્ટનું વેચાણ કરતી સંસ્થાઓ સામે છેલ્લા દિવસોમાં અનેક સ્થળો પર કાર્યવાહી કરી છે. જેમાં સફળતા પણ મળી છે.


સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી

કેટલાક સ્થળો પર ઘી અને પનીરના સેમ્પલો પણ ફેલ સાબિત થતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ ફૂડ વિભાગે ત્રણ ડેરીઓમાંથી ચાર ઘી અને બે આઈ સક્રીમના સેમ્પલ લીધા હતા. જે પૈકી કોસાડ ગામના ન્યૂ આદીનાથ ડેરી પ્રોડક્ટમાંથી લેવામાં આવેલા શ્રી માઉલી ગોલ્ડ ઘી પ્રીમિયમ કાઉ ઘી, મોતીરાજ દેશી પ્રીમિયમ ઘી અને મોતીરાજ પ્રીમિયમ કાઉ ઘીનો સેમ્પલ અનસેફ જાહેર કરાયા હતા. જ્યારે શાશ્વત પ્રીમિયમ કાઉ પ્યોર ઘી બીટા સીટોસ્ટોરેલની હાજરી હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો.

વેનીલા આઈસક્રીમનો સેમ્પલ લીધો

જ્યારે ગરમીના દિવસોમાં લોકો આઈસક્રીમ અને આઈસગોલા ખાવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે તેમાં થતી ભેળસેળને રોકવા ફૂડ વિભાગે સિટીલાઈટ સ્થિત શિવ કૈલાસ આઇસક્રીમ એન્ડ જ્યૂસ પાર્લરમાંથી વેનીલા આઈસક્રીમનો સેમ્પલ લીધો હતો. તેમાં દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું અને અન્ય કારણોસર સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. તે સિવાય ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ફેફે ડિઝાયરમાંથી લેવામાં આવેલા મલાઈ-પિસ્તા આઈસક્રીમના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી સબસ્ટાન્ડર્ડનો રિપોર્ટ આવ્યો હતો. ડ્રગ્સ વિભાગે તમામ સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Gujarat News : ચૂંટણીમાં CM અને ભાજપ પ્રમુખે 50 સભાઓ ગજવી, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ માત્ર કામચોરી કરી!


  • Follow us on: