સુરત શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની સ્થિતિને રોકવા માટે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે ખાડી પરના ગેરકાયદે દબાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો.


દબાણો દૂર કરવા સંકલન બેઠકમાં રજૂઆત

ધારાસભ્ય મનુ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ખાસ કરીને પાંડેસરા GIDC માંથી પસાર થતી ખાડી પર મોટાપાયે ગેરકાયદે દબાણો થઈ ગયા છે. આ દબાણોને કારણે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ ઉભો થાય છે. વિતેલા ચાર-પાંચ વર્ષથી સુરતના અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે, તેનું મુખ્ય કારણ આ ગેરકાયદે બાંધકામો જ છે.

ચોમાસાની સિઝનમાં પાણી ભરાવવાની સમસ્યા

ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા જિલ્લા કલેક્ટરે અધિકારીઓને તાત્કાલિક અસરથી દબાણો દૂર કરવાના આદેશ આપ્યા છે. બેઠકમાં એ મુદ્દો પણ ચર્ચાયો હતો કે ખાડીથી નિયત કરેલા અંતર પછી જ બાંધકામની મંજૂરી આપવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. સંકલન બેઠકમાં ધારાસભ્યની આ રજૂઆત બાદ હવે તંત્ર દ્વારા ખાડી કિનારાના દબાણો પર બુલડોઝર ફરે તેવી શક્યતા છે. જો આ દબાણો દૂર થશે તો આગામી ચોમાસામાં સુરતવાસીઓને પાણી ભરાવવાની સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: