સુરતની 'લી મેરેડિયન' હોટલ ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'સંવાદ' કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.


સુરતમાં સી.આર.પાટીલ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

પોતાના સંબોધનમાં સી.આર. પાટીલે હાલમાં ચાલી રહેલી SIR (Special Interactive Revision) એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "SIR ની કામગીરી તમારા અને દેશના ભવિષ્ય માટે છે. આ પ્રક્રિયાથી મતદાર યાદીમાં રહેલા બોગસ નામો દૂર થશે અને જેમના મૃત્યુ થયા છે તેમના નામ કમી કરવામાં આવશે." વધુમાં તેમણે ઉમેર્યું કે, 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનોના નામ આ યાદીમાં ઉમેરવામાં આવશે, જેથી લોકશાહી વધુ મજબૂત બને.

જે બોગસ નામો છે તે નીકળી જશે: પાટીલ

પાટીલે વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો નાગરિકોને ખોટા રવાડે ચડાવી રહ્યા છે અને આ પારદર્શક પ્રક્રિયામાં અડચણો ઊભી કરી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસને તો 'રામ જી' ના નામથી જ તકલીફ છે, પણ આપણે રામજીને ભૂલી શકીએ નહીં." આ કાર્યક્રમ દ્વારા તેમણે કાર્યકર્તાઓને મતદાર યાદી સુધારણાના કામમાં જોતરાઈ જવા અને છેવાડાના માનવી સુધી સાચી માહિતી પહોંચાડવા આહવાન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: