સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. એક મકાનના પહેલા માળેથી માતા અને તેની નાની પુત્રી અચાનક નીચે રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માત હોવા છતાં, કુદરતી કરિશ્માને કારણે બંનેનો આબાદ બચાવ થયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જેવી માતા-પુત્રી નીચે પટકાય છે, તેની ગણતરીની સેકન્ડોમાં જ નાની બાળકી પોતે ઉભી થઈ જાય છે.
લિંબાયતમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયા
પટકાયા બાદ બાળકીની આ હિંમત અને તેનો બચાવ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા-પુત્રી કયા સંજોગોમાં નીચે પટકાયા તે હજુ સ્પષ્ટ થયું નથી.













