સુરતના ભાગળ રાજમાર્ગ પર આવેલી જ્વેલર્સ પેઢીઓ દ્વારા આચરવામાં આવતા મોટા ટેક્સ ચોરીના કૌભાંડનો જીએસટીની DGGI (Directorate General of GST Intelligence) વિંગે પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ.575 કરોડના સોના અને ચાંદીના દાગીના બિલ વગર વેચીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના આરોપમાં 'સુમિત સિલ્વર'ના માલિક યતીન સુમિતલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે.
બિલ વિના સોનુ-ચાંદી વેચાવાનું કૌભાંડ ઝડપાયું
તપાસમાં બહાર આવ્યું છે કે જ્વેલર્સ દ્વારા સોના-ચાંદીની લગડીઓ અને તૈયાર ઘરેણાઓનું કોઈપણ પ્રકારના અધિકૃત બિલ વિના બેરોકટોક વેચાણ કરવામાં આવતું હતું. નિયમ મુજબ, સોના-ચાંદીની લગડી પર 3 ટકા અને દાગીના પર 5 ટકા સુધીનો જીએસટી ભરવો ફરજિયાત છે. જોકે, આ પેઢી દ્વારા કાચા ચોપડે વહીવટ કરીને દર મહિને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવતી હતી.













