ડાયમંડ સિટી સુરતમાં રખડતા કુતરાનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરત શહેરના ઉન વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ઘરના ગેટ પાસે રમી રહેલી માત્ર 2 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ રખડતા કૂતરાઓએ હિંસક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.
રમત-રમતમાં બની લોહીયાળ ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ઉન સોસાયટીમાં રહેતી બે વર્ષની બાળકી પોતાના ઘરના ગેટ પાસે રમી રહી હતી. રમતા-રમતા બાળકી ગેટની થોડી બહાર નીકળી કે તરત જ ત્યાં હાજર ત્રણ જેટલા રખડતા કૂતરાઓ તેના તરફ ધસી આવ્યા હતા. બાળકી કંઈ સમજે તે પહેલા જ એક કૂતરાએ તેને નીચે પાડી દીધી હતી અને તેના સાથળના ભાગે ગંભીર રીતે કરડી લીધું હતું. બાળકીની ચીસાચીસ સાંભળી પરિવારજનો દોડી આવતા કૂતરાઓ ભાગ્યા હતા.













