સુરતમાં ફરી એકવાર રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે. સુરતના વરીયાવી બજાર નજીક એક 4 વર્ષની બાળકી પર કૂતરાએ હુમલો કરતાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. હુમલાનો ભોગ બનનાર બાળકીનું નામ કાવ્યા ગુપ્તા છે. કાવ્યા તેના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી, ત્યારે અચાનક કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો.


ઘર પાસે રમતી બાળકી પર કૂતરાનો હુમલો

કૂતરાના હુમલાથી બાળકીના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીર પર 10થી વધુ ઈજાના નિશાન જોવા મળ્યા છે. બાળકીને ગંભીર હાલતમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને રખડતા કૂતરાના ત્રાસ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: