સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરો સહિત 8 આરોપીની પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. હવે સમગ્ર મામલાની ઉંડી તપાસ શરુ કરાઇ છે.
આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે
પોલીસ દ્વારા ઝડપાયેલા આઠ આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને પોલીસ તમામના રિમાન્ડ માટે અરજી કરશે.













