સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગત દિવસો આચાર્ય અને તબીબ સાથે બે શિક્ષક ઝડપાયા હતા. જ્યારે હવે વધુ એક શિક્ષક પોલીસ સકંજામાં આવ્યો છે. જે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો હતો.
લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા
સુરત જિલ્લાના માંડવીમાં યુવતીને લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવ્યાની ઘટના ગત દિવસોમાં બની હતી. જેમાં પોલીસે યુવતી ને ધર્મપરિવર્તન કરી તરછોડી દેનાર ડો અંકિત ચૌધરી તેમજ તેના પિતા આચાર્ય રામજી ચૌધરી ની જેતે સમયે ધરપકડ કરાઈ હતી. તેઓ પાસ્ટર તરીકે લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હતા. ત્યાર બાદ સમગ્ર મામલે માંડવી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ બાદ વધુ એક શિક્ષક નું નામ બહાર આવ્યું
આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સમાજને નવી રાહ ચીંધનાર શિક્ષક જ આ કાળા કારોબારમાં સામેલ હતા. પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક ઈસમ મળી બે ની ધરપકડ કરી હતી. લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષક નું નામ બહાર આવ્યું છે. અને પોલીસે માસ્ટર માઈન્ડ રામજી ચૌધરી ના નજીક ના ગણાતા અને વ્યવસાયે વધુ એક શિક્ષક એવા રાકેશ ચંદુલાલ વસાવા ની ધરપકડ કરી છે.
રાકેશ વસાવા પોતે રહસ્ય સચિવ તરીકે ઓળખાતો
ઝડપાયેલ રાકેશ વસાવા પોતે રહસ્ય સચિવ તરીકે ઓળખાતો હતો. જે "ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ" ના સભ્ય તરીકે ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. આ રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફાંફા નો તમામ હિસાબ રાખતો હતો. તથા કોનું ધર્માંતરણ થયું , કોને જવાબદારી સોંપવી તે ફરજ રાકેશ વસાવા નિભાવતો હતો. પોતે એક શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે પણ ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા
પાસ્ટર ના નજીક ના વ્યક્તિ બનીને આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. ખાસ કરી ને અગાઉ ત્રણ દિવસ ખ્રિસ્તી ધર્મ ના યોજાયેલા કાર્યક્રમ માં પણ આ રાકેશ વસાવા ની સક્રિય ભૂમિકા રહી હોવાનું પણ પોલીસ તપાસ માં સામે આવ્યું છે. તેમજ એકી સાથે 20 થી વધુ વ્યક્તિઓ ને રાકેશ વસાવા એ ધર્મપરિવર્તન કરાવ્યા હોવાના કેટલાક પુરાવાઓ પણ પોલીસ ના હાથે લાગ્યા છે.
આ પણ વાંચો---- Surendranagar જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ, તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટની શક્યતા