નડિયાદમાં ગરીબ આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર મામલે કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી સ્ટિવન મેકવાન દ્વારા નડિયાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ ચકચારી કેસની વિગત મુજબ, દાહોદ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને આર્થિક લાલચ આપી તેમનું ધર્માંતરણ કરાવવાનું એક મોટું રેકેટ ઝડપાયું હતું.


આરોપીઓ વિદેશમાંથી ફંડ એકઠું કરતા હતા

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓ આ પ્રવૃત્તિ માટે વિદેશમાંથી ફંડ એકઠું કરતા હતા. આ મામલે સ્ટિવન મેકવાન, સ્મિતુલ મહિડા સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી સ્ટિવન મેકવાને જેલમાંથી બહાર આવવા માટે સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ધર્માંતરણના રેકેટમાં સંડોવાયેલા અન્ય કેટલાક આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: