સુરતમાં અલથાણ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં આ સમગ્ર પ્રકરણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રચાયેલું એક સ્ક્રિપ્ટેડ કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે આ ક્લિપમાં 'આપ'ના ઉમેદવાર જીવરાજ પટેલના માણસ અને અન્ય વ્યક્તિ વચ્ચે થયેલો સંવાદ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. રિકન્ટ્રક્શન દરમ્યાન પોલીસ અને ભાજપ વિરુદ્ધ નારા લાગવાનું આયોજન હતું. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય ખાતે હોબાળો કરવાનું પણ આયોજન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
"ક્રેડિટ હર્ષ સંઘવી ન લઈ જાય તે જોજો"
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે, "પોલીસે પેલાની (આરોપીની) સર્વિસ કરી નાખી છે, પણ આપણે ઢીલા પડવાનું નથી. જો આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે." આ સંવાદ પરથી એવું પ્રતીત થાય છે કે પોલીસની ત્વરિત કામગીરીને જ્ઞાતિગત એંગલ આપીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ક્લિપમાં એવી પણ વાત છે કે, "અંદર છે એ માણસ આપણો છે, બધું ઠંડુ પડે એટલે છોડાવી લઈશું." ઓડિયોમાં સંભળાય છે કે તરત જ પોલીસ સ્ટેશન, ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનો છે અને આખી વાત આપણી બાજુ વળી જશે, પાટીદારો ભાજપની કરી નાખશે













