સુરતના અલથાણ વિસ્તારમાં એક હિન્દુ યુવતીની વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવતા મામલો ગંભીર બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.
પોલીસે વિધર્મી યુવકની કરી ધરપકડ
છેડતીની ફરિયાદ મળતા જ અલથાણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી વિધર્મી યુવકને દબોચી લીધો હતો. જોકે, પોલીસની આ કાર્યવાહીથી સંતોષ ન હોય તેમ, પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ 'યુવકને અમને સોંપો' તેવા ઉગ્ર નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. લોકોની માંગ છે કે આવા તત્વો સામે દાખલારૂપ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.













