સુરતના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં મૈત્રી કરાર (લીવ-ઈન રિલેશનશિપ) હેઠળ રહેતી મહારાષ્ટ્રની એક યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. પ્રેમી દ્વારા યુવતીના ચારિત્ર્ય પર વારંવાર કરવામાં આવતી શંકા અને માનસિક ત્રાસ આ કરુણ અંજામ પાછળનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.


શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રની યુવતી સુરતના વરાછા વિસ્તારમાં તેના પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ રામકૃષ્ણ પાટીલ સાથે લીવ-ઈનમાં રહેતી હતી. બંનેએ મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, થોડા સમયથી પ્રેમી ડોંગર યુવતી પર નાહકની શંકા કરતો હતો. તે યુવતીના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી તેને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. પ્રેમીના આ સતત કકળાટ અને શંકાશીલ સ્વભાવથી યુવતી ભારે તણાવમાં રહેતી હતી.

અંતિમ પગલું

આખરે માનસિક ત્રાસ સહન કરવાની મર્યાદા આવી જતાં, યુવતીએ વરાછા સ્થિત પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ કાર્યવાહી

યુવતીના પરિવારની ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રેમી ડોંગર ઉર્ફે વેડુ પાટીલની ધરપકડ કરી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો---    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

  • Follow us on: