સુરતના ઇચ્છાપોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી સાથે સુપરવાઇઝર અવિનેશ ચૌરસીયાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


નોકરી આપવાના બહાને  દુષ્કર્મ

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીને નોકરી આપવાના બહાને ખંડેર મકાનમાં સાફ સફાઇનું કામ બતાવવા બહાને લઇ જવાઇ હતી અને ત્યાર પછી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

ચાકૂ બતાવી ધમકી આપી

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી બૂમાબમ ન કરે તો તેને ચપ્પુની અણીએ ડરાવી ધમકી આપવામાં આવી હતી. સાથે જ, યુવતીને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.

યુવતીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ઘટનાની જાણ થતાં યુવતીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીની શોધખોળ

પોલીસ વધુ વિગતો એકત્ર કરી રહી છે અને આરોપીની શોધખોળ શરુ કરી છે.


આ પણ વાંચો-----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

  • Follow us on: