સુરત શહેરમાં ડીંડોલી બાદ ભેસ્તાન વિસ્તારમાં પણ ગેરકાયદેસર પાણીનું વેચાણ કરનારા માફિયાઓ સામે સ્થાનિકોએ મોરચો ખોલ્યો છે. મંગલમૂર્તિ સોસાયટી નજીક મોટા પ્રમાણમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે.


ગેરકાયદેસર બોરિંગ બનાવી લાખો લીટર પાણી લેવામાં આવે છે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર બોરિંગ બનાવી લાખો લીટર પાણી લેવામાં આવે છે અને તે પછી પાણીનો સપ્લાય મિલોમાં પહોંચાડવામાં આવે છે.

સ્થાનિકોને અકસ્માતનો ભય

સ્થાનિકોએ કહ્યું કે આ દરમિયાન પાણીના ટેન્કરો રાત-દિવસ ફુલ ઝડપે વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોને અકસ્માતનો ભય રહે છે.

ગેરકાયદેસર પાણી વેચાણથી માફિયાઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે

ગેરકાયદેસર પાણી વેચાણથી માફિયાઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. હાલ સ્થાનિકો અને રહેવાસીઓ દ્વારા ટેન્કરો અને બોરિંગ ચલાવતા માફિયાઓ સામે વિરોધ જોવા મળી રહ્યો છે. મંગલમૂર્તિ સોસાયટી પાસે મોટા પ્રમાણમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. હાલ સ્થાનિકોએ પાણીના ટેન્કરોના ત્રાસથી મુક્તિ આપવા બોરિંગ ચાલકો સામે વિરોધ નોંધાવ્યો છે.


આ પણ વાંચો----     Surat:બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ

  • Follow us on: