સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની ટનલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. કોટ વિસ્તારમાં જમીનથી નીચે લગભગ 12 મીટરની ઊંડાઈમાં આ કામગીરી કરવામાં આવી હતી.


મશીન જમીનની સપાટી નજીક આવવાને કારણે ધ્રુજારી સર્જાઈ

છેલ્લા કેટલાક દિવસથી ટનલ કામ દરમિયાન મશીન જમીનની સપાટી નજીક આવવાને કારણે ધ્રુજારી સર્જાઈ હતી, જેને પગલે આસપાસની મિલકતો ખાલી કરાવવી પડી હતી. આ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાંચની કચેરીએ પણ ટેકા આપ્યો હતો.

મેટ્રો પ્રોજેક્ટમાં આ ટનલનું આ કામ ખૂબ જ કપરું અને મહત્વનું

મહત્વનું છે કે, મેટ્રો પ્રોજેક્ટમાં આ ટનલનું આ કામ ખૂબ જ કપરું અને મહત્વનું ગણાય છે, અને તે સમયસર પૂર્ણ કરાવવું પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ હતું. હવે આ કામ પૂર્ણ થવાથી મેટ્રો પ્રોજેક્ટની આગળની કામગીરી સરળ બની છે.


આ પણ વાંચો----   Ahmedabad :સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, 7ને નાની મોટી ઇજા

  • Follow us on: