સુરતના સચિન SEZમાં મોડી રાત્રે ભેદી સંજોગોમાં ભાગેડુ નીરવ મોદીની ફાયર સ્ટાર કંપનીમાં ભેદી રીતે આગ લાગી હતી. આગની માહિતી મળતા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને તુરંત કાબુમાં લેવામાં આવી.
ઇડીએ સીલ કરેલી બંધ કંપનીમાં લાગી આગ
આગ હાલ ઇડીએ સીલ કરેલી બંધ કંપનીમાં લાગી હતી, જ્યાં અગાઉથી દસ્તાવેજો અને બિઝનેસ રેકોર્ડ્સ પડેલા હતા. આગ લાગવાનો ઉદ્દેશ ભેદી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પુરાવા નષ્ટ કરવાનો સંકેત જોવા મળ્યો છે.













