ડુમસમાં દિવાળીની રાત્રે પ્રેમી સાથે ફરવા ગયેલી સગીર યુવતી પર ચાર નરાધમો દ્વારા પાશવી ગેંગરેપ આચરી લૂંટ કરવાના અત્યંત ચકચારી ગુનામાં આજીવન કેદની સજા થતાં ૧૩ વર્ષ પહેલાં પેરોલ લઇ ભાગી ગયેલા એક નરાધમને બિહારથી ઝડપી લેવામાં ક્રાઈ મ બ્રાન્ચને સફળતા મળી હતી.


ગેંગરેપ કર્યા બાદ બંને પાસેથી રોકડ અને દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ૩૧મી ઓક્ટોબરની દિવાળી પૂરી થયા બાદ પહેલી નવેમ્બરે નવા વર્ષની શરૂઆત શહેરમાં મનહુસ ખબર લઈને આવી હતી. કોટ વિસ્તારની સગીરા તેના પ્રેમી સાથે દિવાળીની રાત્રે ફરવા ગઈ હતી ત્યારે ચાર નરાધમો બંનેને ઘસડી ગયા હતા. યુવતીના પ્રેમીને ઢોરમાર મારી તેને બંધક બનાવી રાખ્યો હતો. તેને મારી નાંખવાની ધમકી આપી ચારેય નરાધમો આખી રાત આ સગીરાને પીંખતા રહ્યા હતા. ગેંગરેપ કર્યા બાદ બંને પાસેથી રોકડ અને દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા.

છેલ્લાં બે એક મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ બિહારમાં ધામા નાંખીને પડી હતી

પોલીસે તબક્કાવાર ચારેય નરાધમો જિતેન્દ્ર ઉર્ફે રાજુ મધુસૂદનસિંહ ભૂમિહાર, કમલનયનસિંહ ભૂમિહાર, કનૈયા વાલ્મીકસિંહ ભૂમિહાર અને રાજકુમાર ઉર્ફે મુથુલ શ્યામસિંહ ભૂમિહારને ઝડપી લેવાયા હતા. આ ગુનામાં પહેલાં ઝડપાયેલાં જિતેન્દ્ર ઉર્ફે રાજુ ભૂમિહારને કોર્ટે આજીવન કેદની સજા પણ ફટકારી હતી. જોકે સજા થયાના ચાર મહિના બાદ નવેમ્બર-૧૩એ તે ૧૦ દિવસની પેરોલ મેળવી બહાર આવ્યા બાદ ભાગી છૂટયો હતો. પોલીસે તેને છેલ્લાં ૧૩ વર્ષથી શોધી રહી હતી. જિતેન્દ્રને પકડવા માટે સંખ્યાબંધ વખત પોલીસ તેના વતન તથા સંભવિત જગ્યાઓએ પણ જઈ આવી હતી, પરંતુ તે પોલીસને હાથતાળી આપી જતો હતો. મામલાને ૧૩ વર્ષ વીતી ગઈ હોઈ જિતેન્દ્ર તેના વતન બિહારના શેખપુરના શિળાય ગામે ફરી આવતો થયો હોવાની માહિતીને પગલે પોલીસ છેલ્લાં કેટલાંક સમયથી તેના વતનમાં બાતમીદારોને સતર્ક કરી આવી હતી.


આ પણ વાંચો : Junagadh News : કેશોદ પોલીસ અને જૂનાગઢ LCBનું સંયુક્ત ઓપરેશન, આરોપીઓએ કેશોદમાંથી ચોરેલા 66 ફોન સરહદ પાર નેપાળ પહોંચાડયા


  • Follow us on: