સુરતમાં ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના પ્રયાસો કરાઈ રહ્યો છે અને 30થી વધુ વેપારીઓ આવતી આજથી ઓફિસ શરૂ થશે જેમાં મહિધરપુરા અને મીની બજારના વેપારી વેપાર શરુ કરશે અને અન્ય મધ્યમ વર્ગના 50 વેપારીએ પણ તૈયારી બતાવી છે, આ બાબતે ચાર મહિના પેહલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી અને લોકોને અવર જવર માટે તકલીફ નહિ પડે તે માટે સીટી બસ સેવા પણ શરુ કરવામાં આવી છે.


ખજોદ ગામે છે બુર્સની ઓફીસ

સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઓફીસો છે.આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કેમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.


આ પણ વાંચો : Ahmedabad News : મહિલાઓ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી અને નકલી પોલીસ બની હનીટ્રેપ કરતી ગેંગના 3 આરોપી ઝડપાયા


  • Follow us on: