ન્યાયતંત્રને ગેરમાર્ગે દોરનારા સાક્ષીઓ માટે સુરત કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. હત્યાના એક ગંભીર કેસમાં પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ કોર્ટમાં પોતાની જુબાનીથી ફરી જનારા 6 સાક્ષીઓને કોર્ટે 6 માસની કેદ અને દંડની સજા ફટકારી છે.
પોલીસમાં જુબાની આપીને કોર્ટ સમક્ષ ફરી ગયા હતા
સુરતમાં બનેલી એક હત્યાની ઘટનામાં આ છ વ્યક્તિઓ મુખ્ય સાક્ષી હતા. તપાસ દરમિયાન તેમણે પોલીસ સમક્ષ આરોપી વિરુદ્ધ સ્પષ્ટ જુબાની આપી હતી, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારે આ સાક્ષીઓ 'હોસ્ટાઈલ' (ફરી ગયા) થયા હતા અને આરોપીને ઓળખવાનો કે ઘટના વિશે જાણવાનો ઇનકાર કર્યો હતો. સાક્ષીઓના ફરી જવાથી આરોપી છૂટી જવાની ભીતિ હતી.













