સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. SVNITના એન્જિનિયરિંગ વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ટાંકી બનાવવા માટે વપરાયેલા મટીરિયલમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ઓછી હોવાનું સામે આવ્યું છે. નિયમ પ્રમાણે 30થી વધુનું કોંક્રિટનું સ્ટ્રેન્થ જરૂરી છે. કોન્ટ્રાક્ટરે 8થી 18ની સ્ટ્રેન્થનું કોંક્રિટ વાપર્યું હતું.ઓછા નાણાં વપરાય તે માટે ઓછી સ્ટ્રેન્થનું કોન્ક્રીટ વાપર્યુ હોવાનું સામે આવ્યું છે.SVNITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. માટીના સેમ્પલનો રિપોર્ટ 10 દિવસ બાદ આવશે.
હવે આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે
આ ઘટનામાં રચવામાં આવેલી એસઆઈટીની ટીમ દ્વારા હવે આર્થિક પાસાઓ પર તપાસ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ખાસ સીએની નિમણૂક કરાઈ છે. જે આ ટાંકીના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ આર્થિક વ્યવહારો, બેંકની વિગતો અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ખર્ચની ઊંડી તપાસ કરાશે. બીજી તરફ ડીવાયએસપી અને અન્ય અધિકારીઓ SVNIT સિવિલ એન્જિનિયરિંગ વિભાગ પર પહોંચ્યા હતાં. પોલીસ દ્વારા પ્રાથમિક રિપોર્ટ બાબતે પ્રોફેસર સાથે ચર્ચા કરાઈ હતી. હવે આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.













