સુરત શહેરની ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ 21 કલાક વીતી જવા છતાં હજુ પણ કાબૂમાં નથી આવી. ફાયર વિભાગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આગ કાબૂમાં ન આવતાં શહેરમાં ચિંતા વધી છે. કચરા કૌભાંડ બાદ અચાનક આગ લાગતા ઉઠ્યા સવાલ ઉઠી રહ્યા છે.
કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો આક્ષેપ
બીજી તરફ હવે આ મામલે રાજકારણ શરુ થઇ ગયું છે. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આ અંગે આક્ષેપ કર્યા છે. તેમનાં જણાવ્યા અનુસાર, એક તરફ ભાજપે સુરતના લોકોને અંધારામાં રાખ્યા છે અને શહેર સ્વચ્છતામાં નંબર વન જાહેર છે. બીજી તરફ, લાખો ટન કચરાને પ્રોસેસ કર્યા વિના જ સળગાવી દેવાનો ગંભીર ગુનો કરવામાં આવ્યો છે.













