સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં સોશિયલ મીડિયા પર હથિયારો સાથે પોસ્ટ મુકી રૌફ જમાવવાના કિસ્સા પણ વધી રહ્યા છે. આવા અસામાજિક તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવવામાં આવતું હોય છે. આવો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં 5 યુવકોએ સોશિયલ મીડિયા પર રૌફ જમાવવા માટે ઘાતક હથિયારો સાથે રીલ પોસ્ટ કરી હતી. જેની માહિતી લિંબાયત પોલીસને મળી હતી. જે બાદ લિંબાયત પોલીસ દ્વારા આ પાંચેય આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓને પોલીસે કાન પકડીને માંફી મંગાવી હતી.













