તેના માટે કરવામાં આવેલા વ્યવહારો શંકાના દાયરામાં હોવાના કારણે સુરત અને નવસારીમાં જમીન અને બિલ્ડિંગના વેપાર સાથે સંકળાયેલા મીરીખ અને ઓપેરા ગ્રૂપ પર બુધવારે વહેલી સવારથી આઇટી અધિકારીઓએ દરોડા પાડયા છે. સુરત, નવસારી, અમદાવાદ અને ભાવનગર સહિતના ૨૨ સ્થળો પર ૮૦ અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે.


સંબંધિત વ્યક્તિઓના ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

નવસારીમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સની સાથે મોટા પાયે પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ઓપેરા ગ્રૂપ ઉપરાંત ધોલેરા ખાતે જમીનના સોદા અને પ્લોટિંગ કરવાના સોદામાં સંકળાયેલા મીરીખ ગ્રૂપને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઓપેરા ગ્રૂપના હરીશ સંથાણી અને મીરીખ ગ્રૂપના રાજીવ જાંગિડ તેમજ તેમની સાથે જોડાયેલા જમીન દલાલો પણ તપાસના દાયરામાં આવ્યા છે. સાથે સાથે જમીન દલાલ વિશાલ રાવ અને આગમ બડેચા સહિત અન્ય સંબંધિત વ્યક્તિઓના ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

બેહિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે

પ્રાથમિક તપાસમાં મોટી માત્રામાં શંકાસ્પદ અને બેહિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વસંત ગજેરાને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જમીનમાં કરવામાં આવેલા રોકાણની વિગતો આઈટીની અધિકારીઓને મળી હતી. તેમાં કેટલાક વ્યવહારો શંકાના દાયરામાં આવી ગયા હતા. તેના લીધે જ આઈટીની અધિકારીઓએ મીરીખ અને ઓપેરા ગ્રૂપ પર કરોડા પાડીને જમીનના હિસાબનો તાળો મેળવવાના પ્રયાસો હાલ તો શરૂ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. વસંત ગજેરા સાથે કોઇ પણ પ્રકારનો વેપાર કરનારાઓની પણ આગામી દિવસોમાં પુછપરછ કરવા માટે ઇન્કમટેક્સ વિભાગે તજવીજ હાથ ધરી છે. તેમજ જે પણ લોકોએ વેપાર કર્યો હોય અને તેની સામે આઇટી રિટનમાં ઓછી વિગતો રજૂ કરી હોય તેઓને પણ નોટિસ આપીને હિસાબ રજૂ કરવા માટેની તાકીદ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

ફલેટ સહિતનું કરવામાં આવેલા વેચાણમાં વધુ માત્રામાં રોકડ લીધી છે

વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન, દુકાન. ઓફિસ, ફલેટ સહિતનું કરવામાં આવેલા વેચાણમાં વધુ માત્રામાં રોકડ લીધી છે. આ રોકડ ચોપડા પર નહીં દર્શાવીને મોટા પાયા પર ઇન્કમેક્સની ચોરી કરી હોવાનું આઇટીના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. તેમાં જે પણ લોકોના નામ બહાર આવ્યા છે તેઓને આગામી દિવસોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારીને વિગતો મંગાવવાની છે. કારણ કે વસંત ગજેરા એન્ડ કંપની પાસેથી કબજે કરવામાં આવેલા કાગળીયામાં અનેક લોકોના નામ બહાર આવ્યા છે. હવે આ લોકો સાથે કેવા પ્રકારના વ્યવહાર કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક એવા લોકોના નામે પણ જમીન ખરીદીને વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું આઇટી અધિકારીઓને તપાસમાં જણાયું છે. જેથી તેમાં તે વ્યક્તિએ નાણાંની ચુકવણી કેવી રીતે કરી તે સહિતની વિગતોનો તાળો મેળળવાનો હાલ તો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી આવા લોકોને આઇટી નોટિસ મોકલીને વિગતો એકત્ર કરવાની છે.

ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા આઇટી અધિકારીઓ સેવી રહ્યા છે

ત્યારબાદ કેટલા રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી તેની હકીકતો બહાર આવશે. જોકે હાલ તો આઇટીના અધિકારીઓ તમામ પુરાવા એકત્ર કરીને ટેક્સચોરી કેટલા રૂપિયાની કરવામાં આવી છે તેની તપાસમાં જોતરાઇ છે. ત્યારબાદ ટેક્સ વસુલાત માટેની કાર્યવાહી વસંત ગજેરા અને તેની સાથે વેપાર કરનારા સાથે કરવામાં આવનાર છે. જેથી આગામી દિવસોમાં વસંત ગજેરાને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં મોટા પાયા પર ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા આઇટી અધિકારીઓ સેવી રહ્યા છે.


આ પણ વાંચો : Railway News : વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ, મંડળ રેલ પ્રબંધકે મુસાફર સુવિધાઓ અને નવી લાઇન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી


  • Follow us on: