સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એસઓજી અને ફૂડ સેફટી અધિકારીઓની ટીમે રેડ કરીને નકલી પનીર ઝડપ્યું છે. આ કેસમાં A-1 ડેરીસામે કાર્યવાહી કરવામાં આવી હતી.


કુલ 329 કિલો નકલી પનીર જપ્ત

અહેવાલ મુજબ, કુલ 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ રૂ. 65,800 છે. તપાસ દરમિયાન ખુલ્યું કે અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ પનીરનો જથ્થો બજારમાં મોકલવામાં આવતો હતો.

 અઢી વર્ષથી આ નકલી પનીર વેચાઈ રહ્યું હતું

અનુસાર, છેલ્લા અઢી વર્ષથી આ નકલી પનીર વેચાઈ રહ્યું હતું અને રોજના આશરે 100 કિલો પનીર વેચી નાખવામાં આવતું હતું. આ પગલાંથી નાગરિકોના સ્વાસ્થ્ય અને ફૂડ સેફટી સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.


આ પણ વાંચો----    Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: