સુરતના અમરોલી વિસ્તારમાં રેલવેમાં સરકારી નોકરી અપાવવાના નામે શિક્ષિત યુવાનોને શિકાર બનાવતી ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ રેલવેના નકલી ઓર્ડર કોપી આપીને યુવાનો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. લોકો પાયલોટની ખોટી ઓળખ આપી ખેલ પાડ્યો અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીઓ વિવેક ચૌહાણ અને રવિ ચોટલીયા (બંને મૂળ અમરેલીના વતની) એ ફરિયાદી નિરાજ ચોટલીયાને રેલવેમાં 'લોકો પાયલોટ' તરીકે નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
નિરાજ ચોટલીયા પાસેથી પડાવ્યા હતી રૂપિયા
આરોપી વિવેક ચૌહાણે પોતે રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી નિરાજ પાસેથી કટકે-કટકે કુલ રૂ.36.37 લાખ પડાવી લીધા હતા. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ રેલવેની નકલી ઓર્ડર કોપી પણ આપી હતી. તપાસમાં થયા મોટા ખુલાસા: અગાઉ પણ અનેકને લૂંટ્યા નિરાજની ફરિયાદના આધારે અમરોલી પોલીસે તપાસ શરૂ કરતા આ આરોપીઓનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે: વર્ષ 2022: વિજય ચાવડા નામના યુવાન પાસેથી નોકરીના નામે રૂ.33 લાખ પડાવ્યા હતા.













