સુરત શહેરમાં ઓવર બ્રિજ પર એક એસટી બસચાલકે રોંગ સાઈડમાં બસ ચલાવીને અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જે બાદ આ બસ ચાલકને સસ્પેડ કરવામાં આવ્યો છે. આ સાથે તેની સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


એસટી બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો

સુરત શહેરમાં ગત રોજ એક એસટી બસ ચાલક દ્વારા રોંગ સાઇડ બસ હંકારતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ આ એસટી બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ST વિભાગ દ્વારા આ બસ ચાલકને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

એસટી બસ ડ્રાઈવરે કર્યો ખુલાસો

બસ ડ્રાઇવર એસ. એસ. મંડોળ એસટી બસને રિંગ રોડ ઓવરબ્રિજ પર રોંગ સાઇડ બસ ચલાવીને અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આ ઘટનાનો વિડિયો વાયરલ થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બસ ઝાલોદ ડેપોની હોવાનું સામે આવ્યું છે. આ અંગે ખુલાસો આપતા મંડોળે જણાવ્યું કે, મેટ્રો દ્વારા બેરીકેટ મુકવાના કારણે બસ રોંગ સાઈડ ચલાવવાની ફરજ પડી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: