સુરતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં એક વૃદ્ધ દંપતિનું મોત નીપજ્યું છે. આ દંપતિ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.


લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા સમયે નડ્યો અકસ્માત

ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લાના આમરોલીમાં રિંગ રોડ પર એક દંપતિ બાઈક પર સવાર થઈને લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન બાઈકચાલક વૃદ્ધે હેન્ડલ પરનો કાબૂ ગુમાવતા બાઈક આગળ ચાલી રહેલા ટેન્કરના પાછળના ભાગમાં બાઈક ઘુસી ગઈ હતી. આ દરમિયાન તેઓ ટાયર નીચે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ દંપતિના મોતના કારણે આમરોલીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અકસ્માતમાં એક સાથે બે મોભીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ

આ સમગ્ર મામલે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 60 વર્ષીય લાલજીભાઈ ડુંગરાણી અને તેમના પત્ની સરથાણા વિસ્તારમાં રહે છે. આ અકસ્માતમાં એક સાથે બે મોભીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: