સુરત LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) એ 22 વર્ષ જૂના હત્યા કેસના વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને પોલીસ વિભાગમાં ચકચાર જગાવી દીધી છે. ઝડપાયેલા આરોપીનું નામ સચિન્દ્ર ઉર્ફે રાહુલ સાહની છે.આરોપીએ વર્ષ 2003માં તેના મિત્રો સાથે મળીને ઓડિશામાં એક વ્યક્તિની હત્યા કરી હતી. આ ગુનો કર્યા બાદ તે તરત જ ઓડિશામાંથી ભાગી ગયો હતો અને સુરત આવી ગયો હતો, જ્યાં તેણે પાંડેસરા વિસ્તારમાં પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું.


હત્યાનો આરોપી 22 વર્ષ પછી સુરતમાં ઝડપાયો

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દાયકાથી તે સુરતના કાપડ ઉદ્યોગમાં લૂમ્સના કારીગર તરીકે કામ કરતો હતો અને સામાન્ય જીવન જીવી રહ્યો હતો. પોલીસની પકડથી બચવા માટે, આરોપી એટલો ડરી ગયો હતો કે તેણે છેલ્લા 22 વર્ષમાં એક પણ વાર ઓડિશા જવાનું ટાળ્યું હતું. સુરત LCBએ બાતમીના આધારે સચિન્દ્ર ઉર્ફે રાહુલ સાહનીની ધરપકડ કરીને ઓડિશા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી 22 વર્ષ જૂના હત્યા કેસનો અંત આવ્યો છે.


  • Follow us on: