સુરતમાં ST બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બસ ડ્રાઈવર ઓવર બ્રિજ પર બેફામ રીતે રોંગ સાઈડમાં બસ ચલાવી રહ્યો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બસ ડ્રાઈવરે 3 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.
રોંગ સાઈડમાં ST બસ દોડાવતો વીડિયો વાયરલ
સુરતમાં એસટી બસ ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ST બસ દોડાવતો વીડિયો વાયરલ થયો છે. આ બસ ડ્રાઈવર સુરત રેલવે સ્ટેશનથી રિંગરોડ બ્રિજ બેફામ બસ ચલાવી રહ્યો હતો. 3 કિમી સુધી રોંગ સાઈડમાં આ બસ ડ્રાઈવરે દોડાવી હતી. જે કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. આ મામલે સુરત ST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.













