સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલથી કરાયેલી ચોરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન એક ચોર પોલીસની જાળમાં ફસાયો, જેના પગલે તેની ચોરીના કિસ્સાઓ ખુલાસામાં આવ્યા છે.
પોતાની જ દુકાનની દીવાલમાં બાકોરું પાડી ચોરી કરી
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સુરત-પુણા વિસ્તારમાં બે દુકાનોમાં ચોરી કરવા માટે પોતાની ફિલ્મી સ્ટાઇલની યોજનાઓ બનાવી હતી. તેણે પોતાની જ દુકાનની દીવાલમાં બાકોરું પાડી, સાવચેતીપૂર્વક લાખસીંગે ચોરીનો પ્લાન અમલમાં લાવ્યો હતો. તેણે ભાવના જ્વેલર્સ સહિત 2 દુકાનોમાંથી ચોરી કરી હતી













