સુરત રેલવે મુસાફરોની સુરક્ષા અને તેમની મિલકતની સુરક્ષા માટે કટિબદ્ધ સુરત રેલવે પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વણઉકેલાયેલા ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારના CEIR પોર્ટલની મદદથી પોલીસ દ્વારા ચોરી થયેલો મોબાઈલ રિકવર કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેનો ગુનો અગાઉ નોંધાયો હતો. પોલીસને આ કેસમાં કોઈ ચોક્કસ કડી ન મળતા તેમણે આધુનિક સર્વેલન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને CEIR પોર્ટલના ડેટા અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચોરાયેલા મોબાઈલનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.













