શહેરમાં નશાબંધીના કાયદાનું કડકાઈથી પાલન કરાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સુરત શહેર ઝોન-2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2025 દરમિયાન જુદા જુદા કેસોમાં પકડાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે.
નાશ કરવામાં આવેલા મુદ્દામાલની વિગત
આ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો (IMFL) અને બિયરના ટીન સહિત કુલ 27,097 નંગનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દારૂની 27,097 નંગ બોટલ જેની કિંમત 58,58,327 રૂપિયા છે. આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. ઝોન-2 પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.













