સુરતમાં મહાનગર પાલિકા દ્વારા રોડની કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. રોડ બનાવતી વખતે જે જગ્યાએ ટ્રક પડ્યો હતો. તે જ જગ્યાને છોડીને રોડ બનાવી દેવાયો છે. સર્વિસ રોડ બનાવતી વખતે ટ્રક ત્યાં જ પડ્યો હતો. ટ્રક પડ્યો હતો ત્યાં તંત્રએ રોડ બનાવ્યો જ નહોતો અને ટ્રકને હટાવવાની તસ્દી પણ લેવાઈ નથી.


રોડની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત મહાનગર પાલિકા દ્વારા પાલ ગૌરવપથનો સર્વિસ રોડ બનાવ્યો પણ અડચણરૂપ ભંગાર ટ્રક હટાવવાને બદલે ત્યાં જ છોડી દીધો હતો. એ જગ્યામાં રોડ બનાવ્યો નહોતો. પાલના એપેક્સ ચાર રસ્તા આગળ સર્વિસ રોડ ઉપર એક ફૂડ ટ્રક ભંગાર હાલતમાં પડી હતી. જે ટ્રકના ભંગારને હટાવ્યા વિના જ એટલી જગ્યા છોડીને રોડ બનાવી કર્મચારીઓ છૂ થઈ ગયા હતા. ટ્રકને હટાવવા માટે પાલિકાએ કેન બોલાવવાની પણ તસ્દી લીધી ન હતી. મહાનગર પાલિકા દ્વારા દાખવવામાં આવેલી આ બેદરકારીને કારણે રોષ ફેલાયો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: સેવન્થ ડેના સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું અમે તમામ દસ્તાવેજો આપ્યા છે, ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી


  • Follow us on: