સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્યુ થતાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો સાથે રોષ ફેલાયો છે. મૃતક મહિલા નિકિતા ગોસ્વામીએ હોસ્પિટલમાં જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું મોત થયું હતું. પરિવારે આ મૃત્યુ પાછળ ડોક્ટરોની બેદરકારી જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.


હોસ્પિટલ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવા કરી માગ

આ મામલે સુરત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને માંગ કરી છે કે હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ આ બેદરકારીના મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. પરિવાર અને સમાજની માંગ છે કે નિકિતા ગોસ્વામીના મોત માટે જવાબદાર લોકોને સજા મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: