સુરત શહેરના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટની સામેના રોડ પર મહાનગરપાલિકા ની ઓવરહેડ પાણીની ટાંકીની પાઇપ તૂટવાના કારણે અડધા કિમી સુધી રોડ પર પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાતા લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ પર ગોઠણ સુધી પાણી ભરાયું
સ્થાનિકોએ જણાવ્યું કે બોમ્બે માર્કેટની સામેના રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો અને રોડ પર ગોઠણ સુધી પાણી ભરાયું હોવાને કારણે વાહન ચાલકો ફસાઈ ગયા. દુકાનોની સામે પણ પાણી ભરાઈ ગયું છે.













