સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાદિક આલમ નામના યુવકે ગેમ રમવાના બહાને યુવતીના ઘરમાં પ્રવેશ કરી દુષ્કર્મ આચર્યું હતું.
ત્રીજા દિવસે ફરી ધાકધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ
પોલીસ સૂત્રો મુજબ આરોપીએ પ્રથમ વખત ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રીજા દિવસે ફરી ધાકધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. લાંબા સમય સુધી ભયમાં રહેલી પીડિતાએ અંતે સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી.













