સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ બ્યુબેલા જ્વેલર્સની દુકાનમાંથી એક તસ્કરે 12.26 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતાં ખળભળાટ મચી ગયો છે.


12.26 લાખ રૂપિયાની ચોરી

ઘટનાની માહિતી મુજબ બ્યુબેલા જ્વેલર્સ શોપમાં રાત્રીના સમયે મોંઢે રુમાલ બાંધીને પ્રવેશેલા તસ્કરે ચોરોએ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાઓ અને રોકડ રૂપિયા 1.30 લાખ સહિત કુલ 12.26 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં ચોર કેદ

સીસીટીવી ફૂટેજમાં ચોર કેદ થઇ ગયો છે. ઉઘાડા પગે પ્રવેશેલા તસ્કરે મોંઢે રુમાલ બાંધેલો હોવાનું અને તે ચોરી કરતો હોવાનું સીસીટીવીમાં જોવા મNs છે.

સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી

જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો મામલો બહાર આવતાં સિંગણપોર પોલીસ પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આ તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: