સુરતના પાલનપુરના જકાતનાકા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશિપ ખાતે બિલ્ડીંગનો દાદર તૂટી પડતાં ભય ફેલાઇ ગયો હતો. જો કે ફાયર બ્રિેગેડે સ્થળ પર પહોંચીને 19 લોકોને સલામત રીતે બચાવી લીધા હતા અને સદનસીબે જાનહાનિ ટળી હતી
અચાનક દાદર તૂટી પડ્યો હતો
ઘટના વિગતો મુજબ આ બિલ્ડિંગ ગ્રાઉન્ડ + 3 માળની હતી, જેમાં અચાનક દાદર તૂટી પડ્યો હતો. ઘટના જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગે તરત રેસ્ક્યુ કામગીરી શરૂ કરી અને કુલ 19 લોકોને સલામત બહાર કાઢ્યા હતા













