ગુજરાતમાં કાનૂની સહાય અને પોલીસ આધુનિકીકરણ માટે ફાળવવામાં આવેલા બજેટનો પૂરતો ઉપયોગ થતો નથી તેવી ચર્ચાઓ વચ્ચે 'સંદેશ ન્યૂઝ'ની ટીમ દ્વારા સુરતના ખટોદરા પોલીસ મથકનું ખાસ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ખટોદરા પોલીસ સ્ટેશનમાં બજેટનો સકારાત્મક ઉપયોગ અને આધુનિક સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.
કાનૂની સહાયના બજેટ વપરાશ રિયાલિટી ચેક
મહિલા સુરક્ષા અને સાયબર સેલ પર ભાર રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું કે, મહિલા અરજદારો પોતાની રજૂઆત નિર્ભયતાથી કરી શકે તે માટે 'મહિલા હેલ્પ ડેસ્ક'નો એક અલગ અને સુસજ્જ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, હાલના સમયમાં વધતા જતા સાયબર ગુનાઓને અટકાવવા અને તેની તપાસ ઝડપી બનાવવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેનો સાયબર ક્રાઈમ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.













