સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવાના મામલે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.


દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરનાર અશોક નાજા સીઢાને ઝડપી લેવાયો

પોલીસે દુષ્કર્મનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરનાર મુખ્ય સૂત્રધાર આરોપી અશોક નાજા સીઢાને ભાવનગર જિલ્લાના મહુવા પરથી ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય આરોપી ભવદીપ દેવકુ મોભને અમરેલી જિલ્લાના ખાંભા પરથી પકડવામાં આવ્યો છે.

વરાછા પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી

આ કેસમાં અત્યાર સુધી વરાછા પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ હજુ પણ ચાલુ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે જહેમત બાદ પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડી દુષ્કર્મના ગુનામાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 તમામ પાસાઓથી તપાસ

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસની ગંભીરતા જોતા તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને પીડિતાને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી



  • Follow us on: