વિશ્વમાં ચાલી રહેલા આંતરિક યુદ્ધની સીધી અસર હવે સુરતના સુપ્રસિદ્ધ કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતા અને સ્થાનિક સ્તરે સર્જાયેલી ગેસની ગંભીર અછતને કારણે પાવરલૂમ્સના કારખાનાઓ બંધ થવાની નોબત આવી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ એકમોમાં શ્રમિકોના અભાવે ઉત્પાદન ઠપ થઈ ગયું છે.


શ્રમિકોની હિજરતથી ઉદ્યોગને ફટકો

હોળી-ધૂળેટીના તહેવારોમાં વતને ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી, ત્યાં બીજી તરફ શહેરમાં ગેસ સપ્લાય ખોરવાતા બાકી રહેલા શ્રમિકો પણ વતનની વાટ પકડી રહ્યા છે. પાંડેસરાની સોનલ ઇન્ડસ્ટ્રી-2માં અડધાથી વધુ પાવરલૂમ્સના કારખાનાઓમાં હાલ તાળા લાગી ગયા છે. કારખાનેદારો પાસે કામ હોવા છતાં કારીગરો અને ઊર્જાના સ્ત્રોતની અછતને કારણે મશીનો શાંત પડ્યા છે.

વૈશ્વિક યુદ્ધની માઠી અસર

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે રો-મટીરિયલના ભાવમાં વધારો અને એક્સપોર્ટ ઓર્ડરમાં ઘટાડો થયો છે. આ સ્થિતિમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો આ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો નાના ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.

શ્રમિકોનો અભાવ ચિંતાનો વિષય

ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે, ગેસની અછતને કારણે ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો પર પણ અસર પડી છે, જેના કારણે પાવરલૂમ્સના એકમો પાસે તૈયાર ગ્રે કાપડનો ભરાવો થઈ રહ્યો છે. શ્રમિકો વતન તરફ પ્રયાણ કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં કામદારોની અછત વધુ ઘેરી બનશે તેવું લાગી રહ્યું છે.


આ પણ વાંચો - Suratના ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિક પરિવારો ઉમટ્યા, ગેસની અછતથી મોટું સંકટ સર્જાયું, જુઓ Video


  • Follow us on: