ડાયમંડ સિટી સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં આવેલી એક ટેક્સટાઈલ મીલમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોને ગૂંગળામણ થતા ગંભીર અસર થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક શ્રમિકોનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકો હજુ પણ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
પારસ મીલની ટાંકીમાં બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતની પાંડેસરા GIDCમાં આવેલી પારસ મીલમાં ગુરૂવારના રોજ ચાર શ્રમિકો પાણીની ટાંકી સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા. ટાંકીની અંદર ઝેરી ગેસ અથવા ઓક્સિજનની કમીના કારણે ચારેય શ્રમિકો ગૂંગળાવા લાગ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ મિલના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક તેમને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.













