ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત કેસમાં પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ કેસના તપાસ અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ નિયુક્ત થયા છે. તેમણે DYSP જે.ડી. પુરોહિત સાથે મળીને કેસ સંબંધિત લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ કરાઈ
આ તપાસના ભાગરૂપે પોલીસે ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરી છે અને તેમના નિવેદનો નોંધ્યા છે. તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા આ કેસમાં ચાલી રહેલી પ્રગતિનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર આ કેસમાં પોલીસ દ્વારા કડક અને તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે.













