સુરેન્દ્રનગર SOG પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. થાન તાલુકાના ખાખરાળી ગામની સીમમાંથી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ નવઘણ કણસાગરા છે. પોલીસે તેની વાડીમાં આવેલી ઓરડીમાં સંતાડેલી એક દેશી સિંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે ધરપકડ કરી હતી.


પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નવઘણ કણસાગરા પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવતા પોલીસે તેની વિરુદ્ધ થાન પોલીસ મથકે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક અને તેના ઉપયોગના હેતુ વિશે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: