આ સમયગાળામાં નવા નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નં. ૭ અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરવા માટે ફોર્મ નં. ૮ ભરી શકાશે. આ ઉપરાંત, "No Mapping" કે "Logical Discrepancies" (તાર્કિક વિસંગતતા) ધરાવતા મતદારો પણ આ સમય દરમિયાન પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.
તમામ મતદારોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો
આ કાર્યક્રમને વધુ વેગવંતો બનાવવા માટે આગામી તા.૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને તા. ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર) ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બંને દિવસો દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુધ લેવલ ઓફિસર - BLO પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો રૂબરૂ જઈને ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરી શકશે તેમજ નો મેપિંગ અને વિસંગતતા ધરાવતા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.













