ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. તડ અને પાલડી ગામ વચ્ચે ટ્રકને ઓવરટેક કરતા સમયે બાઈકચાલક ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જે કારણે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકના મૃતદેહના ટુકડા થઈ ગયા હતા.
ઘર તરફ જઈ રહેલા યુવકનો કાળ ભેટ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલડી ગામના રહેવાસી 40 વર્ષીય ભરતભાઈ રૂપાભાઈ બાબરીયા પોતાની બાઈક લઈને વાંસોજ તરફથી પોતાના ઘર પાલડી જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર જઈ રહેલી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેઓએ બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સીધા ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.













